❛બેઠાં-બેઠાં ચિંતા થઇ ગઇ,
મચ્છર માર્યું, હિંસા થઇ ગઇ !
દિલમાં આયાતોની મોસમ,
આંખો ભગવદગીતા થઇ ગઇ.
માણસથી મન મોટું થઇ ગ્યું,
મનથી મોટી ઈચ્છા થઇ ગઇ.
છે કૈં માણસ જેવી ચિંતા ?
કૂતરાની પણ ઈર્ષા થઇ ગઇ !
બગલા કાકા બાવો થઇ ગ્યા,
મચ્છી કાકી શિષ્યા થઇ ગઇ !
વર્તુળ બારા આવો તો કહું,
કોની, કેવી ત્રિજ્યા થઇ ગઇ.
કઈ રીતે સમજાવું એને ?
બોલ્યાં પહેલાં કીટ્ટા થઇ ગઇ !
આંગળીઓને ખોટું લાગ્યું,
અંગૂઠાથી શિક્ષા થઇ ગઇ.
ચાલત, તો એ સામા મળત,
ખોટે-ખોટી રીક્ષા થઇ ગઇ.❜
??