ચાલ એક એવો સંબંધ જીવીએ
જ્યાં ન હોઈ કોઈ બંધન
જ્યાં ન હોઈ કોઈ ને ગુમાવાનો ડર
કે ન હોઈ કોઈ ને મેળવવાની ઝંખના
જ્યાં સંબંધ સાચવવા નો તાણ ન હોય
પણ સંબંધ માં વહેવાનો આનંદ હોય
જ્યાં શરતો અને નિયમો નો બોજો ન હોય
પણ પોતાના વ્યક્તિત્વ ના વિકાસ ની તકો હોય
જ્યાં ન હોય કોઈ ફરિયાદો કે ન કોઈ આક્ષેપો
પણ હોય એકબીજા ની ભુલો ને માફ કરવાની સમજ
ચાલ એક એવો સંબંધ જીવીએ
જ્યાં તું તું જ રહે ને હું હું જ રહું ને
છતાં આપણે ભેગા થઈને જિંદગી ની સફર ખેડીએ..