સજ્જનોની મુલાકાતથી થાય છે સંવાદ.
વિચાર વિનિમય સહજ ગણાય છે સંવાદ.
એકમેકના ખંડનની વાતને નથી અવકાશ,
સમજીને મંડને જાણે હરખાય છે સંવાદ.
જિજ્ઞાસા જાગે છે પામવાની કદીએ પણ,
માપવાની વાત તો દૂરદૂર જાય છે સંવાદ.
થાય છે પૂર્તતા પ્રત્યેકમાં સંવાદ કરવાથી,
દરેક વાતમાં અનુસંધાન થાય છે સંવાદ.
તંદુરસ્ત ચર્ચાને અંતે લબ્ધિ થતી જરુર,
વાદવિવાદ એમાં વિસરાય છે સંવાદ.
કેળવાય ક્ષમતા અભિપ્રાય સત્કારવાની,
ગુણીજનોને પરખીને મલકાય છે સંવાદ.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '