વાસ્તવિકતાથી ઘણી દૂર જણાય છે કલ્પના.
મનની પાંખે સવાર થયેલી ગણાય છે કલ્પના.
સપ્તરંગી સજાવટ એમાં હોવાની નક્કી પણ,
પરંતુ હકીકતમાં એને અવગણાય છે કલ્પના.
મેઘધનુષી રંગો સજીને આગળ વધે કલ્પના,
વળી વ્યવહારથી કેટલી દૂર જાય છે કલ્પના.
ક્યારેક બની બેલગામ નવીન સોણલાં સજે,
પરિસ્થિતિ પલટતાં હતાશ થાય છે કલ્પના.
ભાવ જગતની પરાકાષ્ઠા નભવિહાર કરાવે,
ધરા પર પગ મૂકતાં કેવી હણાય છે કલ્પના.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '