ગઝલ
ચઢાવ ને ઉતાર છે ઉદાસ કારોબાર છે,
કહું તો શું કહું તને , શિકાર રોજગાર છે.
ફૂંકી ફૂકીને મૂકજો કદમ નવી સડક ઉપર,
ટગર ટગર નિહાળતી નજરમાં કુવિચાર છે.
હજુ તમારા ઈશ્કમાં ગરક છે એમ પાગલો,
તમે કહો તો રાત છે , તમે કહો સવાર છે.
સદીની આંખમાં જુઓ નિરાશ જીદગીનો તાપ,
ગમોના રૂપમાં મળે કદમ કદમ મઝાર છે.
ન બાંધ મુજને સંમતિની દોરથી ,કદી કદી,
કહું તો હા,નકાર છે કહું તો ના, હકાર છે.
સિદ્દીકભરૂચી.