Gujarati Quote in Microfiction by Vibhuti Desai

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા
દીકરી હોવા છતાં મારો જન્મ થયો, તારા હાથમાં સ્થિર થઈ .
મોટી થતી ગઈ તેમ સ્થિરતા આવતી ગઈ અને તમે મને ઉડવાને આકાશ આપ્યું.એ ઉડાન એટલે કલેકટર બનવાનું સપનું.કલેકટર બની જ્યાં મારું પોસ્ટીંગ થાય ત્યાંથી ભ્રષ્ટાચાર નાબુદ કરી પ્રજાને ભ્રષ્ટાચારની નાગચૂડમાંથી છોડાવું. શાળામાં તોતિંગ ફી ભરવા છતાં સરખું શિક્ષણ ન મળતું હોય શાળાની ફી જેવીજ તોતિંગ ફી ભરી મને કોંચીગ ક્લાસ માં મૂકી.
જે ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવાનું સપનું હતું તે જ ભ્રષ્ટાચાર ને કારણે ક્લાસ માં લાગેલી ભીષણ આગથી બચવા નીચે કૂદકો માર્યો,અમને બચાવવાની કામગીરી હશે જ એવી આશાએ,પણ આશા અમર ને બદલે ઠગારી નીવડી.આજે મારા કેટલા બધા મિત્રો સાથે ધરતીમા ને ખોળે હંમેશ ને માટે સ્થિરતા પ્રાપ્ત કરી ચૂક્યા છે.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા,બિલીમોરા.

Gujarati Microfiction by Vibhuti Desai : 111180241

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now