એક સત્ય
અત્યારે સોશિયલ મિડિયા બહુ ચાલે છે. રોજ એના. પર નવા દોસ્ત બને છે. પણ જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે ત્યારે એ પુરુષના મગજમાં સ્ત્રી માટે મિત્રતાની જગ્યાએ અન્ય ભાવ આવવા લાગે.
મારે કહેવું છે દરેકને કે કેમ કોઈ મિત્રતા નથી નિભાવી શકતું. સ્ત્રી જો મેરીડ હશે તો અન્ય સંબંધ સ્વીકારશે નહી અને કુંવારી હશે તો આપણી સંસ્કૃતિ એને રોકશે. એ એક એવો મિત્ર શોધતી હોય જે એની લાગણી ક્યાં તૂટે છે તે સમજે. અમુક વાતો એ પતિ સાથે નથી જ કરી શકતી જેમ કે એના પિયરમાં કંઈ તકલીફ હોય કારણ એને ખબર છે પતિનો જવાબ શું હશે ? ક્યાં તો સંબંધ બંધ કરાવશે અથવા તો સમસ્યા પર મહેણાં મારશે પણ એમાંથી નીકળવાનો રસ્તો ની બતાવશે. એવી જ રીતે સાસરિયાની તકલીફ હશે તો પિયરમાં કે પતિને કોઈને જ ન કહી શકે કારણ કે પિયરમાં કહેશે તો મા-બાપ દુઃખી થશે ને પતિ ને કંઈ ફરક પડશે નહી.
આવા સંજોગોમાં એ એક મિત્ર શોધતી હોય જે કંઈ ન કરી શકે તો પણ એની આગળ ખુલ્લા દિલે રડીને પોતાનું મન હલકું તો કરી શકે. મારી વિનંતિ છે ભાઈઓને કે જો સ્ત્રી મિત્રતા કરે તો મહેરબાની કરી એને સમજવાનો પ્રયત્ન કરજો ન કે એને ચરિત્રહીન બનાવવાનો કે સમજવાનો.
કોઈ અપવાદ મળશે આમાં પણ એ અપવાદને લઈને બધાને સરખાં ન સમજશો. એવી જ રીતે પુરુષોમાં પણ અપવાદ હશે જ આ બધાને લાગુ પડતું નથી અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું. પણ જો આ વાતથી સહમત હો તો આપનો આભાર અને ન હો તો આ આખી વાત સમજવાનો પ્રયત્ન કરજો. બાકી કોઈના પર હું મારા વિચાર થોપી તો નથી જ શકતી.