English Quote in Blog by Amit vadgama

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરોઢિયે ક્લબલ કરતા પક્ષીઓ ની ગુંજ ક્યાં ખોવાય ગઈ, લાગે છે જાણે આપણી પૃથ્વી તો નથી બદલાઈ ગઈ?

ક્યાં વહેતી નદીઓ ને ક્યાં વહેતા હતા ઝરણાં,
એકલા કિનારે બેસી ને આપણે કરતા પારણા,
શુ થયું નદી ને કે એ કેમ સુકાય ગઈ,
લાગે છે જાણે આપણી પૃથ્વી તો નથી બદલાઈ ગઈ?

વરસાદ માં પલળતા એ વાત કેમ ભુલાય ગઇ,
આ વાત વરસાદ ને પણ સમજાઈ ગઈ,
હવે કરુણતા ના આંસુ માવઠું બની આવતા થયા,
આપણે કેમ દુનિયા ને આટલી બદલતા ગયા??

સંસ્કારો નું સિંચન કરતા આપણે કેમ રોકાય ગયા,
એટલે જ આપણે આપણા થી નીચા જોવાય ગયા,
કાર લઈ લીધી ને હવે સંસ્કાર પણ ચાલ્યા ગયા,
પૃથ્વી ને નહીં પણ આપણે જ બદલાઈ ગયા!!

પરોઢિયે ક્લબલ કરતા પક્ષીઓ ની ગુંજ ક્યાં ખોવાય ગઈ, લાગે છે જાણે આપણી પૃથ્વી તો નથી બદલાઈ ગઈ?

---અમિત વડગામા "અટલ"

English Blog by Amit vadgama : 111179352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now