Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એટલી જ ઇચ્છા છે અંતરની કે મને માનવમા માધવ દેખાય.
એટલી જ ઇચ્છા છે અંતરની કે મને રંકજનમાં રાઘવ દેખાય.

ન રહે ભેદભાવ નાતજાત કે રંક તવંગરના કદી મુજ માનસે,
એટલી જ ઇચ્છા છે અંતરની કે પ્રત્યેકમાં પ્રેમ આસવ દેખાય.

સૃષ્ટિ નિખાલસને ભોળી શિશુની નીરખીને મુજ હૈયું હસે,
એટલી જ ઇચ્છા છે કે અંતરની કે મને ભૂલકાંમાં કેશવ દેખાય.

માનવ માનવ વચ્ચે બંધાય જાય સ્નેહસેતુ સદાકાળ સહજ,
એટલી જ ઇચ્છા છે અંતરની કે માનવમાત્રમાં બાંધવ દેખાય.

ના રહે રાગદ્વેષ કે કિન્નાખોરી ક્યારેય કદી મુજ ઉરમાં વળી,
એટલી જ ઇચ્છા છે અંતરની કે પ્રભુ મને આજ ભવ દેખાય.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111178966
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now