મારા દરેક સપનાને હંમેશા મારા કહ્યા પહેલા જ પુરા કરવા માટે તારો આભાર..
મારા જીવનના મહત્વના નિર્ણય જાતે લેતા શીખવી મારા એકમાત્ર શિક્ષક બનવા તારો આભાર..
મેં તને ક્યારેય કઈ નથી આપ્યું.. પણ મારી દરેક વસ્તુ તારા કારણથી જ છે.. એના માટે તારો આભાર
મારા દરેક જન્મમાં મને આવો જ નહીં પણ આ જ ભાઈ મળે...
તારા દરેક સપનાને ઊડવાની પાંખો મળે.. ને તું એટલી ઊંચાઈ એ પહોંચે કે જ્યાં આજ સુધી કોઈ ના પહોંચ્યું હોય અને એવો તું પ્રથમ હોય..
મારા જીવનનું એક અભિન્ન અંગ બનવા માટે તારો ખૂબ ખૂબ આભાર...
Dedicated to my bro.. ☺