હવે હું બદલાઈ ગઈ છું.
આમ તો તેને જોયા વગરનો પરિચય હતો,
છતાં કેટલો નજીક હતો તે મારો.
એને એકાંત પસંદ હતું,અને મને ભીડભાડ પસંદ હતી
ભીડથી તે ભાગતો અને હું ભીડમાં તેને શોધતી...
તેને લખવું પસંદ હતું,અને મને વાતો કરવી ગમતી
તે મારી બકબક થી થાકતો,છતાં હું તેને વાતો કહેતી.
હવે એકાંતમાં રહી હું લખું છું
લેખકોની ભીડમાં તેને શોધું છું
હવે હું બદલાઈ ગઈ છું...........
એને સાદગી પસંદ હતી,મને મોડેલિંગ પસંદ હતી.
તેની ઓળખાણ તેની આત્મા હતી,
ને હું કેમેરામાં તેને શોધતી.
તેને ડી.પી,સ્ટેટ્સ મૂકવું ગમતું નહીં,
અને હું ડી.પી સ્ટેટ્સ મુક્યા વગર રહેતી નહીં.
હવે સાદાઈથી જીવન જીવું છું,
ડી.પી,સ્ટેટ્સમાં તેને જોઈ લઉં છું
હવે હું બદલાઈ ગઈ છું............
સોનલ.