શું ફરક હશે કોઈ ના હોવા ન હોવા માં ?
તે જ સવાર તે જ રાત તે જ રોજિંદી ઘટમાળ
તે જ હૃદય નું ધબકવુ ને તે જ શ્વાસો નું ચાલવું
તે જ વહેતો પવન ને તે સાથે આવતી કોઈ ની યાદ
તે જ ચાંદની રાત ને તે સાથે નજર સામે આવતો જાણીતો ચહેરો
તે જ હૃદય ના ધબકારા તે સાથે સંભળાતું તે જાણીતું નામ
તે જ આંખો પણ તેમાં ઝબકતી તુટેલા સપનાઓ ની ભીનાશ
તે જ મન તે જ શરીર તે જ બધું પણ બસ કોઈ ના ન હોવાનો
અનુભવાતો ખાલીપો ને શુન્યતા નો અહેસાસ...