Gujarati Quote in Good Night by Jadeja Ravubha P

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલી જશે ખાલીપો તો રૂદન ઊંડું થશે ,રોકાયલી છે લાગણી તો નિ:સાસો ઉડી જશે.
વમણ માં વલખા ના મારો ; સુરતા સરી જશે ,
વય વીતી ગયા પછી સમણા પણ તૂટી જશે
સમજી જાઓ અત્યારે ; નહીં તો વાદળી વહી જશે,
સમય ની રાહ જોવા માં સમય જ ખૂટી જશે.
માની લ્યો તો માણી લો ; પછી સુંગંધ સ્નેહ ની ઉડી જશે.
અંતર ની વાત માં અંતર નું અંતર વધી જશે.
ભરેલો છે પ્યાલો પી લો; નહીંતર ઢોળાઈ જશે,
પાણી ના ચક્કર માં અમૃત નું અમરત્વ ચૂકી જશે.

Gujarati Good Night by Jadeja Ravubha P : 111177205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now