આવીને કિનારે પાછો ફરે છે સાગર.
જાણે કે કિનારાથી એ ડરે છે સાગર.
અખૂટ જળરાશિ પેટાળમાં સમાવે,
તોય સરિતાજળને એ ભરે છે સાગર.
રત્નો અમૂલાં સાચવીને બેઠો છે એ,
કેટકેટલી ઊછળકૂદ એ કરે છે સાગર.
ત્યજી પિતૃભવન સરિતા દોડી જતી,
રખેને એને પણ કેવો સાંભરે છે સાગર.
અગણિત જળચરો સમાવી નિભાવે,
પાલક પિતા સમો એ આખરે છે સાગર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '