શ્વાસ સરગમ રહી પોકારી- ' હરિ આવોને.'
સર્વસ્વ તમને હરિવર ધારી - ' હરિ આવોને '
અંતર થયું આચ્છાદિત પ્રેમ પુલકિત તન,
નૈનને રહી પ્રતિક્ષા તમારી - ' હરિ આવોને '
ટળી ઘનઘોર અમાવસ્યા તમસ ફેલાવતી,
આભે ચાંદની રહી આવકારી - ' હરિ આવોને '
અરમાન ઉરે એક નિરંતર અબ્ધિવાસીનું,
રહ્યાં લોચન આજે અશ્રુસારી- ' હરિ આવોને '
દર્શન તમારાં ચિરઃ અપેક્ષિત ઝંખના મારી,
દેજો દયાનિધિ દિલદુગ્ધા ઠારી - ' હરિ આવોને '
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '