હું ચાહુ છુ તને...
કારણ કે
મને તારી દરેક વાતો ગમે છે...
વાતવાતમા ગુસ્સે થવાની તારી આદત
ગમે છે...
બોલે તું...
ત્યારે તને સાંભળવી ગમે છે...
અને મૌન હોય...
ત્યારે તારા મુખના હાવભાવ જોવા ગમે
છે .
આંખોનુ અમૃત અને અધરો ની મીઠાસ
ગમેછે...
હ્રદય ના રણઝણતા ધબકારમાં પ્રેમ ની
ભાષા ગમે છે...
ખબર છે નથી પામી શકવાની તને...
છતા તુ ગમે છે...
ન મળી શકે આ જન્મે તો...
આવતા જન્મે તું મળીશ એ આશ ગમેછે...