Gujarati Quote in Religious by રામાશ્રય જ્યુબીલી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેણ મોકલાવું છું હરિ તને તું વેણ રાખજે મારું.
શું કહેવું અંતરયામી તને ટાણું તું સાચવજે મારું.

નરસિંહના મામેરાં પૂરનારોને ઝેર મીરાના પીનારો,
વ્યથા ભક્તની વસમી વિશ્વંભર સંભાળજે મારું.

દ્રૌપદીનાં ચિર પૂરનારો તું સારથિ પાર્થનો થનારો,
વીતી ન જાય વેળા આમંત્રણ તું સ્વીકારજે મારું.

પ્રહલાદને ઉગારનારો તું, ગોરાને સમજનારો તું,
કહેણ મારું કાને ધરી કહાન દુઃખ નિવારજે મારું.

હે હરિવર હવે ઝાઝું શું કહેવું તારા આશરે રહેવું,
કર્મફળ ભોગવતા મનુજનું મન મલકાવજે મારું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Religious by રામાશ્રય જ્યુબીલી : 111174465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now