તુ ગઇ અને અાંખમાંથી અાંસુ પણ ગયા,
હવે અા સુકા રણનું હું શું કરુ....???
જે હતા પક્ષીઓ પ્રેમના, એ પણ ઉડી ગયા,
હવે અા વધેલી ચણનું શું કરુ....???
તે તો સ્વપ્નાઓ બતાવી સાથ પણ છોડી દીધો,
હું તેમાં ભરવા લાવ્યો હતો એ રંગોનું શું કરું...???
મન તો કહે છે કે તુ અલગ છે મારાથી,
પણ અા હૃદયના બંધનનું શું કરું....???
પ્રેમના પુષ્પોને ખિલતા મારે પણ જોવા હતા,
પણ મોડી બેઠી અા વસંત હું શું કરું...???
ખબર પડી પછી કે અા ભર વસંતે પણ મુરઝાય છે પુષ્પો,
શું અા દોષ છે ઋતુનો...???
ઋતુ કહે છે બરાબર છે મારો મિજાજ...
પણ લખાયેલું છે અા તમારા ભાગ્યમાં...
હવે આ ભાગ્ય થી પરે હું શું કરું......???
શુભ દિવસ ......
- અજ્ઞાત