ચહેરા બદલાઈ ગયા
ને મન પલટાઈ ગયા
વર્તમાનના એક મોડ પર
જૂના રસ્તા મળી ગયા...
પલકારા થંભી ગયા
ને વર્ષો આમ વહી ગયા
અહેસાસ પકડી રાખ્યા
તો ય આગળ ક્યાં ગયા???
દફનાવેલ અતીતની જીર્ણ
અશ્મીઓને વિસરી ગયા
ને નિમિત્તની એક ઝલકે
યાદોને ફંફોસતા રહી ગયા....
???
- અજ્ઞાત