આ સંસારમાં આપણે જોઈએ છીએ કે....વિવિધ સ્વભાવ,વિવિધ રીતભાત અને વિવિધ ટેવો- કુટેવો
ધરાવતા અનેક લોકો રહે છે.એક ચિંતકે એવા બધા પ્રકારના લોકોનો અભ્યાસ કરીને - વિચારીને માત્ર
ચાર પ્રકારમાં એમને વહેંચ્યા છે જે જોવા જેવું છે:
જે બીજાના દુ:ખે સુખી પણ બીજાના સુખે દુ:ખી રહેતા હોય તે -શેતાન.
જે પોતાના દુ:ખે દુ:ખી અને પોતાના જ સુખે સુખી હોય તે.- પશુ
જે બીજાના દુ:ખે દુ:ખી હોય પણ બીજાના સુખે સુખીરહે તે.- મનુષ્ય
જે પોતાના સુખે દુ:ખી રહે પણ બીજાના દુ:ખે દુ:ખી રહે તે - સંત
આ રીતે શેતાન,પશુમનુષ્ય અને સંતની વાસ્તવિકતા સમજવા જેવી છે- જાણવા જેવી છે.
આપણે સ્વીકાર પ્રકારમાં છીએ એનું આત્મનિરીક્ષણકરીએ તો?
જવાહરરોડ,ઓખા જી. દ્વારકા - ૩૬૧૩૫૦, મો.:૭૪૩૪૯૪૩૨૯૩
"અખંડ આનંદ" એપ્રિલ ૨૦૧૯ માથી સાભાર ??