Gujarati Quote in Microfiction by Ravi Nakum

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગોંડલીયુને કુકાવાવ,એતો વેરી રાજ કેવાતાં,
સંગ્રામજીબાપુને જગાવાળો એકબીજાના લોઈના પ્યાસી કેવાતાં...

કુંવર પથુભા રાષ્ટ્ર ભ્રમણ નીકળ્યાં'ને પટેલ ધીરે જમીને ચાર સાતી જમીન દઈ બેઠાં,
દસ્તાવેજ જોઈ ચાર સાતીના તલાટી હસી પડ્યાં'પણ કુંવરજી'ને જમાળી પટેલ હરખાઈ ગયાં...

જેતપુર દરબારને,કુંવર પથુભાને પટેલની મુલાકાતના સમાચાર મળ્યાં,
પટેલને ઘેર જેતપુર દરબારના ફરમાન પુગ્યાં,દસ્તાવેજ હારે લઈ આવવાના ફરમાન થયાં...

થર થરતા પગે,કોચવતા મને પટેલ કચેરીમાં હાજર થયાં,
પણ જગાવાળાનાં વેણ સાંભળી પટેલનાં હૃદયને અંદર સુધી ટાઢક થઈ...

ચારને ચાર કુલ આઠ સાતી જમીન પટેલને તામ પત્રે ચડાવી,
ન પાળે જો વંશ વારસો તો એને ગૌ હત્યાં ની આળ લગાડી...

લખે પત્ર જગાવાળો વાંચજો તમે સંગ્રામજી કાકા...,
જો લખ્યું હોત કુંવરજી એ તો કુંકાવાવ આખું પટેલને સોંપી દેત...

દુશ્મન ઘણા જોયાં પણ તારા જેવો નહી જગાવાળા,
મટ્યો કજિયો આજથી કુંકાવાવને દશ ગામનો તારેને મારે હવે...

-ખામોશી

Gujarati Microfiction by Ravi Nakum : 111173694
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now