*વેકેશનમાં ગયેલ પત્નીને બોલવા માટે ચાર લાઈન-*
આ પૈસાથી ભરેલા ખિસ્સા સારા લાગતા નથી,
સુકુનથી ભરેલી સાંજ એકલી કપાતી નથી,
હોટલનું સારું અને નવું ખાઈને થાકી ગયો છું,
મનગમતા કપડાં પહેરીને પાકી ગયો છું,
પાછી આવ નીરવ શાંતિ સારી લાગતી નથી,
હવે તો ડોક્ટરોના ફોન પણ આવવા લાગ્યા છે,
પૂછે છે એવા તો કેટલા "અચ્છે દિન"આવ્યા છે,
કે સુગર અને બીપી ચેક કરાવતા નથી,
હવે તો કોઈપણ વાત નું વતેસર થતું નથી,
ટોકા ટોક વિના મારું મન લાગતું નથી,
પડોશન પણ પરેશાન લાગે છે,
એમને ઝગડાનું કોઈ કારણ મળતું નથી,
શાકવાળીનું ગળું સુકાય છે,
ભાવતાલ વિના તેને વેપાર કરવો ગમતો નથી,
કટલરીની લારીવાળો પણ જોયા વિના જતો રહે છે,
કચરાનો ડબ્બો પણ કચરાથી ભરાતો નથી.
*પાછા આવો આટલી શાંતિ પણ જીવનમાં સારી લાગતી નથી.*
*....આપનો?????*