Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો૬#સીઝન-૨

ઓહ.. હવે આ દુઃખો સહન નથી થતાં. લાવ દુઃખો ની પોટલી ને રસ્તા માં ક્યાંક દાટી આવું, ભલે ને ત્યાં એનું ઝાડ ઊગતું ને ભલે ને લોકો ને દુઃખ ના છાંયડા નું સુખ મળતું , હું તો છૂટી જઉં !!

એમ જગ્યા શોધવા નીકળી છું. ત્યાં પાછો ગોગલ્સ ને કેપ પહેરેલો વાઘ દૂર થી જ મને ઓળખી ને મારી પાસે આવી ગયો. લો, આ રોજ મળે છે નવરો ! પણ તો યે હસતાં મોં એ મેં કહ્યું કે બોલો, હવે શું ? તો કહે અહીં શહેર માં પીઝા બહુ વખણાય, મને બનાવતાં શીખવાડો. મારે જંગલ માં જઈ ને બધા ને ખવડાવી ને વટ પાડવો છે. (મન માં) હે ભગવાન , તારું તો એકદમ ભલું થાય !અહીં શહેર માં કોણ જાતે બનાઈ ને ખાય છે ? તું ડોમિંનો નો પીઝા ખા, યુએસ પીઝા ખા, છેવટે જશુબેન નો ખા, પણ મારું માથું ક્યાં ખાય છે...( મોટે થી.) હા , ચાલો ઘરે !

ઘરે આવીને મેં એને કહ્યું કે :
૧.જો, સૌ પ્રથમ પીઝા બનાવવા બજાર માં થી કાંદા, ટામેટાં , કેપ્સિકમ ખરીદવા પડશે. એના ભાવ સાંભળી તને રાતા પાણીએ રડવું આવશે. પછી આંખો સ્વચ્છ કરી ને આગળ કામ કરવું
૨. પછી ઓરેગાનો ચીલી ફ્લેક્સ વગેરે મસાલા કબાટ માં થી બહાર કાઢી એને રેસ્ટ આપો.
૩. પછી ટોમેટો ની પ્યુરી બનાવવી. ને એને રેસ્ટ આપી ઠંડી પડવા દેવી. ત્યાં સુધી માં પ્યુરી થી વધુ તું બફાઈ ગયો હોઈશ. અમે તો એસી રૂમ માં રેસ્ટ લેવા જઈએ. તારે જંગલ માં નદી એ આંટો મારી આવવો.
૪. હવે પછી ના સ્ટેજ પર આપણે કાંદા કાપશું.. હેય હેય.. નીચે ઉતર પ્લેટફોર્મ પર થી.. આ સ્ટેજ નથી..કાંદા કાપતાં ધ્યાન રાખવું કે કાંદા સાથે ઈમોશનલ એટેચ ના થવું , નહીં તો એ ખૂબ રડાવશે. કાપી ને એને રેસ્ટ આપો.
૫. પછી પીઝા ના રોટલા નો લોટ બાંધવા...

હેય આ તો સૂઈ ગયો.. એને કોણે રેસ્ટ લેવાનો કહ્યો ? હશે! આ હું ય તે સોફા માં આડી પડું.

થોડી જ વાર માં વાઘે મને ઉઠાડીને કહ્યું કે કેમ મને જેલ માં પૂર્યો ? મેં કહ્યું, ભાઈ અહીં બધા ના ઘર માં કબૂતર ના આવે એટલે આવી જાળી હોય ને બારણાં માં ગ્રિલ હોય. આ કંઈ જેલ નથી. એમ કહી એને બતાડવા જેવું બારણું ખોલ્યું કે વાઘ તરત જ બહાર ભાગી ગયો.

લો, આવડા બધા પીઝા હવે ખાશે કોણ ? કેવડું મોટું કહેવાય એવું નાનું દુઃખ !!

Gujarati Jokes by Amita Patel : 111172685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now