તને યાદ કરવાની હરહંમેશ આદત મારી.
ને એમાં જ થઈ રહેતી પ્રભુ ઇબાદત મારી.
છે મારેય ઉર ધબકતું સદૈવ તારા નામથી,
તારી પ્રતિયાદ એ જ એની મરામત મારી.
છે સ્થાન તારું ઉરમંદિરે અવિચળ હરિ,
ના ભૂલી શકું તુજને કદી અમાનત મારી.
પ્રશ્ન કરીને ક્યારેક શંકાગ્રસ્ત થૈ જનારો,
છું બાળ, માનજે હરિ એ શરારત મારી.
નથી તુંય સ્વતંત્ર હરિવર ઉરઆસિત છો,
પ્રેમપાશના બંધન તને એ કરામત મારી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '