હમણાં-હમણાં .
એક નવી કેડીએ માંડ્યા મેં પગલાં
હમણાં-હમણાં,
કંઈક શોધવા ધીરે-ધીરે ચાલ્યાં એ ડગલાં
હમણાં હમણાં.
આવ્યા છે તોફાન અગણિત આ જીવનમાં,
લાગે છે હવે સાચા થશે સ્નેહના સમણાં,
હમણાં-હમણાં .
મળે જો સુંદર પાંખો તો ઉડવું છે ગગનમાં
હમણાં-હમણાં,
પંખીની જેમ ડાળે-ડાળે ઝૂમવું છે જીવનમાં
હમણાં-હમણાં.
સમજાય છે હવે થઈ જશે પુરું એ ચિત્ર,
કારણકે સમજણ નાં રંગે અમે રંગાયા,
હમણાં-હમણાં.
બદલાઈ દુનિયા મારી ને શ્વાસ નવાં મળ્યા,
હમણાં-હમણાં,
શ્વાસ ની સાથે સાથે હવે વિશ્વાસ નવાં ભળ્યા,
હમણાં-હમણાં ,
ભલે હોય ઘડી બે ઘડી નો આનંદ,
એમાં પણ આખુ જીવન જીવતાં શીખ્યા,
હમણાં-હમણાં .
ગોસ્વામી દિવ્યા
"મધુ"