#kavyotsav -2
દોસ્તી
એક મુલાકાતે પંખી ની પાંખ જેમ ફડફડાટ,
એક મિલને સંગીત ના તાલ જેમ ગણગણાટ.
એક મુશ્કેલી ની યાદ એ હૃદય ના ધબકારે,
એક સુખ નો સાથ એ સમય ના સથવારે .
એક કાર્ય એ વિશ્વાસ ના અનુભવ રે,
એક સ્વપ્ન એ ભવિષ્ય ના દ્રષ્ટીકોણે.
એક દુઃખ એ આખો ના પલકારે ,
એક ગોષ્ઠી એ મિત્રો ના વર્તુળે .
એક સુષ્ટિ માં ભવિષ્ય ના મિલણસારે,
બસ ! એક દોસ્તી એ મોતી ના ઝગમગાટે.