#KAVYOTSAV #2
આમંત્રણ છે પાંપણ નું , આવજો જરૂર,
લાંબુ છે અંતર પણ કાપજો જરૂર !
નિઃશબ્દ મૌન ના એકચક્રી શાશન માં,
આંખ નો સંવાદ એકાદ આપજો જરૂર !
સૂકી ભઠ્ઠ ડાળીઓ, ને જામી છે પાનખર,
લીલુંછમ પાંદડું એકાદ આપજો જરૂર !
રીસાયું છે વાદળું , ને આકાશ રંગ વિહોણું,
મેઘધનુષ નો રંગ એકાદ આપજો જરૂર !
હૃદય માં સ્પંદનો, ને મન સરિતામાં ખાલીપો,
લાગણી નું કુંડાળું એકાદ આપજો જરૂર !
લાંબુ છે અંતર પણ કાપજો જરૂર !!!