#KAVYOTSAV -2
પ્રેમ એટલે તું
મમતા ની મૂર્તિ એટલે તું
મારા સ્મિત નું સરનામું એટલે તું
લાગણી થી ઓંત- પ્રોત ભરેલ દરિયો એટલે તું
મારું મનગમતું ગીત એટલે તું
મારા સપનાઓ માં જીવ પૂરનાર એટલે તું
મારી જીત માં ખુશ થનાર એટલે તું
મારી હાર માં માર્ગદર્શિકા બનાર એટલે તું
મારા દુઃખ માં ભાગ પડવનાર એટલે તું
મારા સુખ માં તારી છાતી બે ગજ ફૂલે તે પાત્ર એટલે તું.
આમ તો હું ને તું માં કયા કોઈ ફર્ક છે.
હું તારુ ધબક હૃદય અને તું મારી ખુશીઓ ની ખજાના ની ચાવી.
-હેતલ પટેલ
(મારી માતા ને સમર્પિત)