# કાવ્યોત્સવ 2.0
વહેતી જતી હર ક્ષણ એમ કે'તી
પછી હાથમાં થી સરી જાય રેતી
લાગણી ના બંધનો બન્યા હવે મૃગજળ સમા
સંબંધોના રણમાં બસ - પથરાય રેતી
ઊગતા સૂરજને સલામ સૌ કરે છે અહીં
ને સૂર્યાસ્ત ની લાલીમા માં કળાય છે બસ - માત્ર રેતી
કોના પગલાં પડ્યા આ હૃદય ની ભીનાશમાં
મિટાવ ના તુ એને બની આવરણ રેતી
બચપન ને એ ગામડાની માટી ની મહેંક
બાળૂકી એ રમતને ફરી દોહરાવ રેતી
કોંક્રીટ ના આ જંગલોમાં અહીં-તહીં ભટકે માનવી
યાંત્રિક-સા આ જીવનમાં પ્રેમ-સડક પથરાવ રેતી