*ચારિત્ર્યની વાત*
હોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા.
રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.
મીનલદે બોલ્યાં - " હા દરબાર ! ચાંપરાજ જુએ છે "
એભલે રાણીનું વેણ હસી કાઢ્યું - " રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? "
ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.
દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !!
શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !
એક વાત કહેવાની ગુસ્તાખી કે - ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !
પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.
મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે !
એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય જ કર્યુ
પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ
તે દી' જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં
અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં
શત શત નમન જય માતાજી