Gujarati Quote in Poem by Kinjal Sonachhatra

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સવાર* ની મીઠી સુગંધ જાણે પ્રસરતી થઇ ગઈ...

મારી અને તારી પ્રીત ની ધારા વહેતી થઇ ગઈ...

નહીં રહેવાય હવે તારા વગર એવી મારી *મન* ની વાણી કહેતી થઇ ગઈ...

શું કહું શું નહીં મારાં પ્રેમ ને વર્ણવવા એ હું આજ કાલ વિચારતી થઇ ગઈ...

જાણે આ કેવી પ્રીત જે મારી તારા માટે છે એ હું દિલ ને સમજાવતી થઇ ગઈ...

કોઈ વાત થી તારું દિલ તો નહીં દુખે ને એ હર એક વાત માં હું ખૂદ ને પૂછતી થઇ ગઈ...

થઈસ તું મારો કે નહીં એ વાત એ હું ખૂદ થી ડરતી થઇ ગઈ...

સિંહણ જેવી હાકલ મારી આજે તારા માટે સિંહ ના પ્રેમ ની રાહ જોતી થઇ ગઈ...

મન માં રહેલા પ્રેમ ને વર્ણવવો અને એ વર્ણવ્યા પછી તારો મારાં સાથે નો સાથ કેટલો એ વિચારી હું ખૂદ સાથે તડપતી થઇ ગઈ...

નહીં જોઈ શકું હું મારાં થી દૂર એ વાત માં અંદર થી તૂટતી થઇ ગઈ...

પણ જ્યાં સુધી છો ત્યાં સુધી ખૂબ તને પ્રેમ આપું એ વાત એ ખૂદ ને ખોટું ખીલાવતી થઇ ગઈ...

પહેલી મુલાકાત પહેલી તારીફ ને યાદ કરી ને ખૂદ ને ખુશ કરતી થઇ ગઈ...

પણ હવે એ મુલાકાત થશે કે નહીં એ વાત યાદ કરી ને ખૂદ ને દુઃખ આપતી થઇ ગઈ...

તારો હર એક જગ્યા ના સાથ ને યાદ કરી ને મારી લાગણી ને હું પીરસતી થઇ ગઈ...

પણ મારી ભૂલ ને યાદ કરી ને ખૂદ ને સજા આપતી થઇ ગઈ...
તારી અને મારી પ્રીત રૂપી પહેલા આલિંગન ને યાદ કરી ને ખૂદ થી શરમાતી થઇ ગઈ...

તારા પ્રેમ થકી હું બધાંને દૂર ધકેલતી થઇ ગઈ...

તને હું મારાં ખૂદ માં વરસાવતી થઇ ગઈ...

તારા માટે હું મમ્મી ને મનાવતી થઇ ગઈ...

તને ખૂદનું સર્વસ્વ ગણાવતી થઇ ગઈ...

તને મારું teddy જે મારી હર એક પરિસ્થિતિ માં સાથે હોય એ ગણતી થઇ ગઈ...

આજ સુધી માં chocolate વગર ના ચાલતી મારી આદત આજે તારા વગર નહીં ચાલે એવી આદત ને હું તારી બનાવતી થઇ ગઈ...

તારી યાદ માં આખી રાત જાગતી થઇ ગઈ અને એ યાદ માં મારી આંખ ને ભીની કરતા થઇ ગઈ...

મારી જીંદગી નો valentine તને માનતી થઇ ગઈ...

આજ ની સવાર જાણે મારાં માટે તારા પ્રેમ ની તરફેણ થઇ ગઈ...

- કિંજલ સોનછત્રા

Gujarati Poem by Kinjal Sonachhatra : 111169672

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now