#KAVYOTSAV2 #KAVYOTSAV -2
બગીચે જોયું ગુલાબ
ચાલ ગુલાબ તને સુંદર દુનિયા બતાવું…૨
ભૂલી જઈશ તું આ બગીચો
ચાલ તને એવી સ્વર્ગની અપ્સરા બતાવું.
તું શું જાણે ગુલાબ તારી કિંમત કેટલી થાય….૨
જો તું ગુલકંદ બની જાય તો દાઢે વળગી જાય
અને જોતું મારા પ્રીતને મળી જાય તો અમર થઇ જાય.
આવ ગુલાબ તારી શોભા વધારું...૨
આવ ગુલાબ તારો મેળ બીજા ગુલાબથી કરાવું.
હે ગુલાબ તને લઇ જનાર કોઈકને પ્રેમ કરે છે.
હે ગુલાબ તને પામનાર કોઈકને પ્રેમ કરે છે.
હે ગુલાબ પણ તું ચિંતા ના કર આ હેમ તો તને જ પ્રેમ કરે છે.
હે ગુલાબ આજે તું રસ્તામાં ક્યાં ખીલી ગયું...૨
તારુ સ્મિત જોઇ આજે કોઈ ફરી યાદ આવી ગયું.
હે ગુલાબ તું મને એમ ના જો…૨
હું નથી રહ્યો કોઈ પ્રેમી
તું હવે આમ મને ફરી ફરી ના જો.
હે પ્રેમી તમે એને ફરી યાદ ના કરો.
હે પ્રેમી તમે એની ફરિયાદ ના કરો.
જે સુગંધ નથી જાણતા તમે એની યાદ ના કરો.
હે પ્રેમી તમે પણ છો મતલબી...૨
એ તો નથી આવતા….
તમે પણ હવે ક્યાં આવો છો.
જીવન એક ગુલાબ છે.
ખીલે તો તે સુવાસ છે.
મૂર્જાય તો તે રાખ છે,
પણ અંતે તો તે બગીચાની શાન છે.
નાતો હમ કોઈ આશીક હૈ.
નાતો હમ કોઈ દીવાને હૈ.
હમતો ઐસે શાયર હૈ.
જીનકે સીર્ફ ગુલાબ હી દીવાને હૈ.
- હેમરાજસિંહ પરમાર