#KAVYOTSAV -2 #KAVYOTSAV2
શહેર
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
કયાંક પ્રદુષણ ધોમ છે તો ક્યાંક સફાઇનો ઢોગ છે
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
ક્યાંક પૈસાનો રંગ છે તો ક્યાંક મંદિરે ગરીબોનો સંગ છે
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
ક્યાંક વાહનોની હાડમાર છે તો ક્યાંક વાતોનો પણ અવકાશ છે
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
ક્યાંક વ્યસ્નોથી યુવા તરબોળ છે તો ક્યાંક બાલ મજૂરીનો ત્રાસ છે.
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
ક્યાંક લાઈટોના પ્રકાશનો જોર છે તો ક્યાંક દિવા માત્રાની પણ ખોટ છે.
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
ક્યાંક આકાશે આંબતાં બિલ્ડીંગોનો રોપ છે તો ક્યાંક છુપાયેલી ઝુપડીનો શોક છે
આતો શહેરની હવા છે ભાઈ.. આતો શહેરની હવા છે!!
- હેમરાજસિંહ પરમાર