Gujarati Quote in Poem by Jaykumar DHOLA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'તરંગ'નો સ્પર્શ:4

તું કોણ જાણ તો ખરા,

શહેરની ભીડમાં રહેલો એકલો સમય
સમય!! જે એકલો નથી પણ એકલતામાં અનુભવાય..
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

સવારથી નીકળતો જેની શોધમાં એ રૂપિયો તું,
તારી કિંમતમાં ય સોપાન એક થી કરોડ સુધીના..
સૂર્ય આથમતા નીકળતો એ ચિત્કાર - "શાન્તિ" એટલે તું..
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

ભટકતો , લથડાતો ,તૂટેલો ને ફરીથી બનતો એ તું,
શોધ છે કોની એ ભૂલતો ને મનને જ પામતો એ તું
કક્કો એ જ જાણતો જે શીખ્યો પણ
શબ્દોમાં ક્યાંક માન ને હાર્યો એ તું જ
તોયે એવા મિત્રોને દિલથી જીતતો ,
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

રોજ હારતો ને આશમાં બંધાતો એ મૂર્ખ કોણ?
તોય પોતાને ચતુર જાણતો એ તું,
ક્યારેક આડમ્બરને ધર્મ અને કરુણાને પ્રેમ સમજતો એ તું,
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

શુ પામીશ અહીંયા,
જે છે તારી જ અંદર એને પામવા
જે છોડતો બધું એ જ તું,
શોધ્યો શોધ્યો ને જડ્યો એ પ્રેમમાં પણ
પ્રેમને અવગણતો એ કોણ ?
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

સર્જન વિસર્જન આ તારા મનમાં તોય,
વેરને મનમાં રાખતો એ તું
તું કોણ ?પ્રેમ , ધર્મ , ઈશ્વર ,આડંબર..

કે પછી દુનિયાદારી ની જીત , હાર?
સવાલ છે દરેક ના મનમાં પણ
પૂછે એ વિદ્રોહી અને આવું જીવે એ મનુષ્ય?
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા,

બુંદનો બનેલો સમુદ્ર કે પછી સમુદ્ર ની લહેર,
છે પાણી જ બંનેના અંતરમાં તોય ,
કમજોર ગણતો પોતાને એ કોણ?
હા, એ તું જ છો !!

તું કોણ જાણ તો ખરા...

-'તરંગી' ( jaykumar dhola)

Gujarati Poem by Jaykumar DHOLA : 111169477
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now