*મમ્મી એટલે?*
*શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર.*
*ઉનાળામાં ઠંડક આપતું એરકન્ડીશનર.*
*ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ.*
*હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત,*
*ઉનાળામાં થાક ને પસીનો ઉતારતો ખોળો.*
*સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ.*
*પાડોશમાં થતી પંચાત પછીની મુસ્કાન.*
*દીકરા-દીકરીની વગર પગારની વકીલ.*
*બાથી મોમ સુધીના શબ્દોનો સરવાળો.*
*લાઇટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ*
*મમ્મી એટલે થાકનું વિરામ*
*મમ્મી એટલે જીવતરનો આરામ.*
*મમ્મી એટલે આપણા દુઃખોનું ફિલ્ટર.*
*મમ્મી એટલે આપણા સુખોનું પોસ્ટર.*
*મમ્મી એટલે અઢી અક્ષરનું અજવાળું.*
*મમ્મી એટલે પપ્પાની પ્રિય સખી.*
*ને અંતે,*
*મા એટલે ક્ષમ