દુર્ગુણો આચરણમાંથી જશે, જીવનમાં આનંદ થશે.
સદાચાર વર્તનમાં સ્થપાશે, જીવનમાં આનંદ થશે.
વૈખરી વાણી પ્રતાપે સંબંધોની સિલક ઘટતી જતી,
પરા વાણી મુખેથી ઉચ્ચારાશે, જીવનમાં આનંદ થશે
સ્વાર્થની સંકુચિતતામાં સંકીર્ણતા આવી ગઈ કેવી,
પ્રતિ ડગલે અવરનું વિચારાશે, જીવનમાં આનંદ થશે
નથી જેનો વિરોધી અધ્યાત્મ જગતમાં અનન્વય,
સાનિધ્ય શ્રીહરિનું સાંપડશે, જીવનમાં આનંદ થશે.
આંધળી દોટ અર્થતણી ક્યાં જઈને એ અટકશે?
સંતોષરેખા મુખ પર ઝળકશે, જીવનમાં આનંદ થશે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '