Megha in matrubharti
#KAVYOTSAV -૨
વિષય: મન નો ભ્રમ.
જો ને શું કરી બેઠી, હું તો ભ્રમ ને પ્રેમ કરી બેઠી.-૨
લાગતું હતું કે જન્મો જનમ ની પ્રિતડી છે મારી,
હું તો પડછાયાં વરી બેઠી, હું તો ભ્રમ ને પ્રેમ કરી બેઠી.
જાણે અજાણે હું શું કરી બેઠી,
સભાન અવસ્થામાં જોયું એ સપનું.
ને ભાન ભૂલી ભાવ તરી બેઠી,હું તો ભ્રમ ને પ્રેમ કરી બેઠી.
હતો એ ભ્રમ કે છે આ ભ્રમ.
ના સમજી શકી કે ન મનને સમજાવી શકી.
જીવનસંધ્યા કેવી મશ્કરી કરી મને બેઠી
હું તો ભ્રમ ને પ્રેમ કરી બેઠી.જો ને શું કરી બેઠી.......
મેઘા....