English Quote in Poem by Shaimee oza Lafj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2


એ દિલ ખાલી કર ઉર્મીઓ,
ક્યારે સમય રમત કરી જશે,ખબર નહીં પડે.

તુ રડી રડી તુટીશ જઈશ,
તને તારા પોતાના જ રડાવી જશે,
અંજાન ગલી માં ખોવાઈશ,
ક્યારે સમય રમત કરી જશે, ખબર નહીં પડે.

આજ તુ શું છે,કાલ શું હોઈશ,
વિધાતા ના ઈશારા સમજી જજે,
જોજે હા મોડું ન થઈ જાય,
ક્યારે સમય રમત કરી જશે, ખબર નહીં પડે.

કોણે ખબર ક્યારે કોણ મળી જાય,
જીંદગી કેવો બોધ આપી જશે,
ક્યારે સમય રમત કરી જશે, ખબર નહીં પડે.

કપટ ની વાહ થાય,સત્ય ફેંકાઈ જાય,
એ દિલ સાવધ,તારી સાથે શું થઈ જાય,
ક્યારે સમય રમત કરી જશે, ખબર નહીં પડે.

કોણે કહ્યું પ્રેમ જીંદગી છે,
આ હકીકત આંસુ ઓ માં ફેરવાય,
વાયદા વચનો ની મજાક બની જાય છે,
જીંદગી સુકા પાન સમી બની જાય છે
ક્યારે સમય રમત કરી જશે, ખબર નહીં પડે.

ઘનઘોર રાત્રી પછી મજાનું પરોઢ થાય.
દુઃખ ના અંધારા પુરા થાય,ત્યાં સુઃખ ના કિરણ ઊગે,
ક્યારે સમય રમત કરી જશે,ખબર નહીં પડે.

શૈમી ઓઝા 'લબ્જ'

English Poem by Shaimee oza Lafj : 111169050
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now