થાય કામ માનવતાના એવી પ્રભુ જિંદગી મળે.
દીનહીનની સેવામાં ખરી પ્રભુ મને બંદગી મળે.
સરળતાને સૌમ્યતા વસે ચહેરેને વળી વર્તનમાં,
કોઈ રહે ના મુજથી દૂર કદી એવી સાદગી મળે.
કરી છૂટું હું પણ કૈંક જનતા જનાર્દનની સેવામાં,
ધ્યેય મારું માત્ર એક જ રહે એવી દિવાનગી મળે.
વસે નિતનવા સદગુણો મુજ વિચારેને આચરણે,
કુટુવોને કુવિચારોને મુજ જીવનથી રવાનગી મળે.
લાધે સાફલ્ય મનુજ અવતારનું તારી કૃપાદ્રષ્ટિથી,
ના રહે ભાત ભીતરે જુદી જિંદગી એકરગી મળે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '