શું છે કવિતા... શું છે કવિ...
હશે એ હૃદય ધરા નો રવિ...
નિર્જીવ માં જીવ તો બેજ જણ પુરી શકે...
એક ખુદ ખુદા અને બીજો કલ્પનાશીલ કવિ.
એ સાચું કે કવિ કલ્પનાશીલજ હોય પરંતુ કલ્પના
હૃદય થી થાય અને મનથી થાય એ વિચાર... કવિતા
એ મનનો નહીં પણ હૃદયનો વિષય છે.
સાચી કવિતા સીધી હૃદય થી "ઉતરી" અને હૃદય
સુધી જાય... અને મનમાંથી ઉદ્દભવેલ કલ્પના એ
કવિતા નથી હોતી એતો હોય છે માત્ર ઘોંઘાટ આવો
ઘોંઘાટ સમય જતાં સ્મૃતિ માંથી પણ "ઉતરી" જાય
છે...
- અમિત કુમાર