Gujarati Quote in Poem by Aarti Bhadeshiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોટરીની લત....(હાસ્ય કવિતા) #Kavyotsav2



મનમારૂ જે ઘડીથી પરોવાયું છે, લોટરીમાં,

રહ્યો નથી ઈન્ટરેસ્ટ, હવે ધંધો કે નોકરીમાં.



સપના આવે છે દિન-રાત, કરોડોની થોકડીના,

કાનેપડતાં નથી અવાજ,પરચૂરણની કોથળીના.



હીરા-મોતી ને સોનાના બિસ્કીટ, દેખાય છે પોટલીમાં,

ત્યારથી ચાંદીના તાર ગૂંથી, ફરુ છું મારી ચોટલીમાં.



એક’દિ રાસ-રચીલું ફર્નિચર, બનશે આ ઓરડીમાં,

સામું ન જોનારની લાઈન,લાગશેતે’દિ ઓસરીમાં.



શબ્દોના શેર ક્યાથીસજે, હવેમગજની ટોપલીમાં ?

જ્યારથીલાખોના શેરે, સૂર વગાડ્યાં મનની મોરલીમાં.



કર્મના ફળનો ઠળિયો,દેખાશે જ્યારે ગોટલીમાં !

ત્યારે પડશે એન્ટ્રીઓ, આ બેંકની ખાલી ચોપડીમા.



આરતી ભાડેશીયા

Gujarati Poem by Aarti Bhadeshiya : 111168754
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now