શીલ સમર્પણ જેના શણગાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
સદા ત્યાગ તણા હોય વિચાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
ના ફરજ પ્રત્યે એ બેદરકાર, વળી કદી ના માગે અધિકાર,
ગૃહકાર્ય થકી દીપાવે સંસાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
શ્રધ્ધા ઇશમાં રાખતી અપાર,ના કદી અપેક્ષા હો આભાર,
શિશુ કાજે પ્રેમપૂર્ણ વ્યવહાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
મમત્વ જેનું ઇશ પણ ઝંખનાર,ના આવી શકે કો' હારોહાર,
જાણે કે ધૈર્ય મૂર્તિની અણસાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
સંકટકાળે વહાવતી જે અશ્રુધાર,તોય કદી ના બને લાચાર,
કરતી માનતાઓ એ વારંવાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
વ્રત વિધાનને ઉપવાસ કરનાર, સંયમ નિયમને જે પાળનાર,
બાળ પર લાખલાખ ઉપકાર, માતૃશક્તિ છે ગુણભંડાર.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '