English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

13-5 -2019 ક્રિકેટફીવર

આમ તો ક્રિકેટ એ મારી ફેવરીટ હોબી માંથી એક ગણાય.

ભારત માં રમાતી સૌથી વધુ લોકપ્રિય એક માત્ર રમત એટલે ક્રિકેટ.

આઇપીએલ ના દોર ને વર્ષો થયા. યુવા પ્રતિભા નું ટેલેન્ટ પારખવુ, દર્શકો માટે મનોરંજન અને ક્રિકેટરો માટે બોનસ રૂપી આવતું સીઝન એટલે આઇપીએલ. અને એમા પણ થ્રિલર કે આઇપીએલ પછી વર્લ્ડકપ.

૨૦૧૧ નો વર્લ્ડકપ સચિન ના હાથ માં આપી ધોની એ એને સન્માનિત તો કરી દીધો હવે આ વર્લ્ડકપ ધોની ને સન્માનિત કરવા જીતવો એટલો જ જરૂરી.

ધોની ને સન્માનિત એટલે માટે કરવો રહ્યો કે ક્રિકેટ ની રમત ને એક અલગ નઝર થી જોવાનો મિજાઝ આ વ્યક્તિ ધરાવે છે. ક્રિકેટ નો ઘણો બધો ટ્રેન્ડ એને બદલ્યો જ છે.

વર્લ્ડ ના સૌથી બેસ્ટ વિકેટ કીપર માં એનું નામ હોવુ.
7 બેટ્સમેન સાથે બેટિંગ માં ટીમ ઉતારવી.
લેફ્ટ હેન્ડ રાઇટ હેન્ડ કોમ્બિનેશન બનાવી રાખવું.
ઉનાળા ની અને રમત ની ગરમી માં પણ શાંત મગજ રાખી ને નિર્ણયો લેવા.
જીતવી અશક્ય લાગતી મેચ ને જીતાડવા માટે બેસ્ટ ફિનિશર નું રૂપ લેવું.
હવે તો DRS નુ બીજુ નામ પણ ધોની રિવ્યુ સિસ્ટમ પડી ગયુ છે. તો કોઇ કહે છે
"ધોની કા દિમાગ ચાચા ચૌધરી સે ભી તેજ ચલતા હે"

"માહી અભી ભી માર રહા હે" ?

હજુ પણ ક્રિકેટ ના લેજેન્ડ કહી શકાય એવા લોકો કહે છે કે જો હું મારી ટીમ બનાવું તો ધોની ને જ વિકેટકિપર બનાવું તો કોઇ કહે છે જો મારે પૈસા ખર્ચી ને મેચ જોવી પડે તો હું ધોની ની બેટિંગ જોવાનું પસંદ કરીશ.

? બેસ્ટ લક મેન ઇન બ્લ્યુ ?

English Thought by Jimmy Jani : 111168290
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now