ચલ જિંદગી
ચલ જિંદગી જીવી લઉં તને
ચલ જિંદગી માણી લઉં તને
વિપદાઓના પોટલાને
બાંધી દઉં હિંમતદોરીએ
વિસારી વીતેલ જિંદગીને
માંડું કદમ નવી દિશાએ
જીવનના કોરા કેનવાસે
ચિતરું હૈયાના ઉમંગોને
મળે ન મળે સાથ-સંગાથ
માણું આ પ્રવાસ નિજાનંદે
છે સંતોષ નિજને હવે કે
મળીશ નિયંતાને નચિંતે
ચલ જિંદગી જીવી લઉં તને
ચલ જિંદગી માણી લઉં તને