આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું.

ભડકે ભલે બળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું.

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું.

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું.

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.

Gujarati Blog by Afsana : 111167261
Salim Khalifa 8 year ago

વાહ વાહ રે વાહ

Thakor Vikramji 8 year ago

વાહ તમારૂ લખાણ

Amita Patel 8 year ago

વાહ વાહ .. બહુ જ સરસ ???

Upendra Ghedia 8 year ago

અદભુત યચના અફસાના,,,

Viraj 8 year ago

wah appu mast

ધબકાર... 8 year ago

વાહ... Osm... જય શ્રી કૃષ્ણ...

Panchal Akshay 8 year ago

વાહ વાહ ??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now