#KAVYOTSAV2
સરવાળા ની બાદબાકી થઈ ગઈ, જયારે બાકીવાળા ની કટોકટી થઈ ગઈ,
શુકનવન્તુ હતુ એથી જ તો મે પોખ્યું તું તેનું મસ્તક,
શું એ વાત ની ચોખવટ કરૂ, કે પછી વાત ની છુપી રીતે પતાવટ કરૂ,
તું જે કહે એ મંજુર કરૂ, યાદ તો છેને એ વાત તને,
હું તો બંદગી પણ એટલી સિદદ્ત થી કરૂ,
કે જેમાં ખુદા કે ઇશ્વર ને પણ ગરીબો ની હૃદયદ્રાવક ધ્વનિ ધરવા મજબૂર કરૂ,
હું ક્યારેય તારીફ એની ન કરૂ,જે કહે પોતાની તારીફ માં કે સામેલગિરિ હરકોઈ મનપસંદ ગુલામો ની કરૂ,
હું 'સત્ય' ની મશાલ લઈ ચાલનાર માટે મારા દેહ ની જાજમ પાથરુ,
નેન જો સુકાય ગયા હોઇ તો ફરી ભીના કરૂ,
અગર માલદાર બને ઈમાનદાર તો એની પૂજા કરૂ,
શક્ય હોઇ ત્યાં સુધી અશક્ય ન વાપરું, જવું જ છે અગર 'સ્વર્ગ' માં તો શું કામ પર્વ માંગુ,
જય ગુજરાત, જય ગુજરાતી
✍કુબાવત ગૌરાંગ.