"માં" ઉપર તો જે દિવસે લખવાનું ચાલુ કર્યું એ દિવસે જ લખી શકતો હતો..પણ એ રડે નહીં ને એટલે લખતો ન્હોતો... પણ આજે લખાય ગયું...
# mother's day special
પહેરે સાડી , હાથે બંગળી ને બુટી થી શોભતા કાન...
કામ કરતી જાય ને , હોય આખા ઘરનું ધ્યાન..
લેતા "માં" નું નામ , આંખે આ એક છબી તરે છે..
બધા નવા થતા જાય જ્યાં , "માં" જૂની રહ્યા કરે છે...
રોજ સાથે જમે , પણ કોણ જાણે એને શું ભાવે છે..?
એ કાયમ , મારું કા પપ્પા નું ભાવતું બનાવે છે...
મારે સ્કુલે જાવું , પપ્પાને નોકરીએ જવાનું હોય..
એને કોઈ સ્વાર્થ વગર સૌથી જલ્દી ઉઠવાનું હોય..
એ આંઠ કલાક પછી કામની ના પાડી શકે એવું નથી..
આ એક એવી નોકરી છે, જ્યાં કંઈ રજા જેવું નથી..
કેટલી મજા છે , હરેક તહેવાર ની મારે રજા છે...
ફરસાણ ને મીઠાઈ , તહેવાર એને ઓવરટાઈમ ની સજા છે..
બીમાર હોય જો હું , એની આંખે આંશુ સારે છે...
એ પોતાનો જીવ બાળી ને , મારો તાવ ઠારે છે...
મોટા થઈ ગયા પછી પણ , એ વ્હાલ કરતી હોય..
મોબાઈલ ન ફાવે , શું થયું જો ક્યારેક રમતી હોય..?
આખા દિવસ ના પીટારા ખાલી તમારી સમક્ષ ખોલે છે..
આખો દિવસ એકલી હોયને , એટલે થોડું વધુ બોલે છે...
એના ફ્રેન્ડ અને સર્કલ , બને એના બાળકો જ હોય છે..
એને ક્યાં આપણી જેમ , ટેકો પારકો હોય છે...
એ એવી જ છે , પોતાની કિંમત સમજાય એમ નથી..
કુદરત જાણે , એ કિંમત આપી શકાય એમ નથી..
આમ તો બધા બધું જ નસીબમાં લઈને આવે છે..
જાળવવા માન , ઈશ્વર પણ "માં" ના પેટે થઈને આવે છે...