English Quote in Quotes by Mir

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મતાની સાથે જેમાં ભગવાન મળે તે મા, 
આંખ ખુલતાની સાથે જેને બૂમ પાડીએ તે મા,
વગર માંગ્યે જે જરુરિયાત પૂરી કરે તે મા,
દુનિયા સામે ઢાલ બનીને ઊભી રહે તે મા,
આપણી આંખમાં આંસુ આવતા પહેલા લૂછે તે મા,
પોતાના દરેક સુખ આપણા માટે છોડે તે મા,
હારી જઈએ જીંદગીથી તો નવી આશ આપે તે મા
કોઈપણ શબ્દો પૂરા નથી જેમાં વર્ણવી શકાય મા
તને દુભવી હોય તો માફી આપ મને ઓ મારી મા. 
શું લખું મા વિશે ?
મા એટલે,
એક એવું પાત્ર કે જેના વગર દુનિયાની કલ્પના પણ ન થઈ શકે. બધાને વહાલી છે પણ મધર્સ ડે આવે એટલે એના પર પ્રેમ વધારે ઉભરાય. 
આ મધર્સ ડે છે શું ? આપણી સીધી સાદી ભાષામાં એને માતૃદિવસ કહેવાય. વિદેશમાં ઉજવાય આ દિવસ કેમ તો કે ત્યાં સંતાન અમુક વર્ષના થાય એટલે માતા-પિતાથી જુદા રહેતા થઈ જાય. એટલે આવો એક દિવસ શોધી કાઢ્યો કે એ દિવસે માતા સાથે રહેવાનું બહાનું મળે. આપણે ત્યાં એવું નથી. આપણી સંસ્કૃતિ કુટુંબમાં માને છે એટલે હજી આપણે ત્યાં એવા કુટુંબો મળે છે જેમાં બધા સાથે રહેતા હોય. પણ હવે નોકરી ના બહાને કે બીજા કોઈપણ કારણસર કુટુંબ વિખરાવા માંડ્યા છે અને કદાચ એટલે જ આપણે ત્યાં પણ આવા મધર્સ ડે ની ઉજવણી ચાલુ થઈ ગઈ છે.
કોઈ વાંધો નથી તમે એક દિવસ માટે એને ભગવાન બનાવો છો પણ એ તો જીવે ત્યાં સુધી ભગવાન છે એ વાત યાદ રાખો તો વધારે સારું. 
મા ને કોઈ દિવસ એના સંતાનોથી કોઈ ફરિયાદ નથી હોતી પણ દરેક સંતાનને માતાથી ફરિયાદ હોય છે. જરા વિચારો કેવી રીતે તમે એને ફરિયાદ કરી શકો ? તમારી દરેક જરુરિયાત એને તમારા પહેલાં ખબર હોય છે ને એ પૂરી કરવા એ એનાથી બનતું બધું જ કરી છૂટે છે કોઈક વાર તો પતિ સાથે પણ બાથ ભીડી લેતી હોય છે સંતાનો માટે. 
દરેક સંતાનને એટલી વિનંતી કે પોતાની માતાને એવા મુકામ પર ન લાવતાં કે તમને સુખી જોવા એણે પોતાના પતિ એટલે કે તમારા પિતા સામે લડવું પડે એ લડી તો લેશે પણ અંદરથી કદાચ હંમેશ માટે તૂટી જશે.
આજ સુધી એવું સંતાન નથી જોયું જે એના માટે બધા સાથે લડી લે. કોઈ નથી એવું જે એને એમ કહે કે તું ફિકર ની કરતી હું છું તારી સાથે છેલ્લા શ્વાસ સુધી. કારણ દરેકને ખબર છે પોતાનો સંસાર વસાવશે એટલે ક્યાંક તો મા નડવાની. પણ જરા વિચારજો કે કંઈ પણ થઈ જાય મા ને પોતાના કરતાં સંતાનનું સુખ બહુ જ વહાલું હોય છે. એ કદી ન ઈચ્છે કે એના લીધે સંતાન દુખી થાય. માતા માટે દિકરો કે દિકરી બંને સરખા જ હોય છે થોડી સમજણ એને સમજવાની કેળવજો એનું જીવન ધન્ય થઈ જશે. 
ઉંમર વધે એટલે એનામાં આવતો ફેરફાર એ તમારું બાળપણ જ છે એ યાદ રાખીને એને સાચવી લેજો સ્વર્ગ તમને જીવતે જીવ જ મળી જશે. તમને મોટાં કરવા માટે એણે જે ધીરજ રાખી છે એ ધીરજ તમે પણ એની વૃધ્ધાવસ્થામાં રાખજો. એણે તમને મોટા કરવા માટે જીવનમાં કેટલી બાંધછોડ કરી હશે તમે એમાંની અડધી બાંધછોડ કરશો ને તો ખૂબ સારી રીતે એને સાચવી લેશો. 
એક દિવસ ન હોય માતા માટે એના માટે તો જીંદગી પણ ઓછી પડે.
દરેક માતાઓને દિલથી માતૃદિવસની શુભકામના.

English Quotes by Mir : 111166867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now