# Kavyotsav 2
ગઝલ - મને તું મળ
હૈયાથી હૈયું આપણું જોડી મને તું મળ
તારા આ મનની આંખને ખોલી મને તું મળ
મરતાં પતિની આંખમાં પત્નિ એ જોયું કે
જાઉ છું ,પણ ગગન મહી, સોરી મને તું મળ
એ એક ચિઠ્ઠી હાથમાં પકડાવીને ગયો
વાચ્યુ'તું મેં "સરસ છે હો ગોરી,મને તું મળ"
સાચે જ છે લગાવ તને મુજથી તો એ કહું
તારો અહમ્ જે આડે છે, છોડી મને તું મળ
સૂનું સૂનું જ ખૂબ મને લાગે છે.શું કહું ?
એ જિંદગી જો હસતી ને રોતી મને તું મળ
વિવાદ ધર્મના પ્રભુ એ જોયા તો કહ્યું
બંધન ધર્મના બધા તોડી મને તું મળ
મેં પૂછ્યું ખુદ ને કેવી રીતે હું મળી શકું ?
કહે,સ્લેટ આ ભીતર કરી કોરી મને તું મળ
- શ્વેતા તલાટી