#Kavyotsav -2
શાંત નદીને ખડખડ પાણી
જાણે મધુર રસભર વાણી
કોમળ પુષ્પ તરી સપાટી
શું જાણે આ મતલબી દુનિયા સારી?
નદીતટ સોહામણું લાગે
છતાંય આજ એકલવાયું લાગે
મિત્ર તો અનેક છે
પણ આજ સૌ પારકા લાગે
વધ્યો છે દુઃખનો બોજ
પણ આજ એ બોજ કરતા
પાણીમાંનુ પ્રતિબિંબ સોહામણું લાગે